<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

કચ્છ જિલ્લામાં નહિવત વરસાદના કારણે પશુપાલકો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા

પશુઓ માટે ઘાસચારા અને પાણીના અભાવે હવે માલધારીઓ હિજરત તરફ :લખપત તાલુકામાંથી 700થી વધુ પશુધન સાથે માલધારીઓની હિજરત કરી:લખપત પંથકના આશરે 25 ગામોમાંથી માલધારીઓ પશુધન અને પરિવાર સાથે સ્થળાંતર કર્યું

કચ્છ જિલ્લામાં નહિવત વરસાદના કારણે પશુપાલકો અને માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.. પશુઓ માટે ઘાસચારા અને પાણીના અભાવે હવે માલધારીઓને હિજરત કરવાની ફરજ પડી હતી . લખપત તાલુકામાંથી 700થી વધુ પશુધન સાથે માલધારીઓની હિજરત કરી હતી . પશુઓને ઘાસચારા અને પાણીની અછતથી બચાવવા માલધારીઓ અન્ય વિસ્તારો તરફ રવાના થયા હતા . લખપત પંથકના આશરે 25 ગામોમાંથી માલધારીઓ પશુધન અને પરિવાર સાથે સ્થળાંતર કર્યું હતું .

(1:27 PM IST)