News of Sunday, 13th September 2026
બોટાદના મુંગલપુર મેલડી ધામમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીનાની 25 લાખથી વધુની ચોરી: સતત ત્રીજી વખત ચોરી :ભેદ ઉકેલાયો નથી
અંદાજે 7 કિલો ચાંદી અને 5 તોલા સોનું ચોરાયું :મુગટ, ત્રિશૂળ, આરતીના સામાન સહિત દાગીનાની ચોરી: તસ્કરોએ 5 થી 7 CCTV કેમેરાના કનેક્શન કાપ્યા.

બોટાદના મુંગલપુર મેલડી ધામમાં 25 લાખથી વધુની ચોરી થવા પામી છે. મંદિરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. અંદાજે 7 કિલો ચાંદી અને 5 તોલા સોનું ચોરાયું છે. એક જ મંદિરમાં સતત ત્રીજી વખત ચોરીની ઘટના બની છે. મોડી રાત્રે આશરે 1 વાગ્યે તસ્કરોએ ચોરી કરી છે. દાનપેટી તોડી રોકડ બાદ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો મુગટ, ત્રિશૂળ, આરતીના સામાન સહિત દાગીનાની ચોરીને લઈ ગયા હતા તસ્કરોએ 5થી 7 CCTV કેમેરાના કનેક્શન કાપ્યા હતા મહંતના રૂમ સાથેના કેમેરામાં ચોરીના દ્રશ્યો કેદ થયા છે. એકથી વધુ શખ્સો સામેલ હોવાની પોલીસને આશંકા છે. અગાઉની બે ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. ત્રીજી ચોરીથી ભક્તોમાં રોષ ફેલાયો છે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ થયા છે. ચોર ટોળકીને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે .
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
