<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

ગીર સોમનાથમાં નળીયા માડવી નજીક વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ: ચાર મિત્રોનો આબાદ બચાવ

કારમાં ચાર મિત્રો કોડીનારથી દીવ જઈ રહ્યા હતા ત્યારે પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ

ગીર સોમનાથમાં નળીયા માડવી નજીક વરસાદી પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં કોડીનારથી દીવ જઈ રહેલા ચાર મિત્રો સવાર હતા. પાણીનો ભારે પ્રવાહ હોવાથી કાર પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ચારેય મિત્રોએ સમયસૂચકતા દાખવી કારમાંથી બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી કારને ખાડીમાંથી બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં ચારેય મિત્રોનો આબાદ બચાવ થયો હતો.

(6:34 PM IST)