News of Monday, 27th April 2026
કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઘટનાસ્થળે દોડી ગયાઃ ચારેય પરિવારને ૨૫ હજારની સહાય કરી
રાજય સરકારમાં પણ રજૂઆત કરી સહાય આપવાની ખાત્રી આપી

( વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૨૭: ગઈકાલે આ દુઃખદ બનાવની જાણ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ કાર્યમાં જોડાયા હતા.
અત્યંત સામાન્ય પરિવારના અને રોજનું લઈ રોજ ખાતા પરિવાર ઉપર દુઃ ખ આવી પડતા કુંવરજીભાઈ બાવળિયાએ ચારેય પરિવારને ૨૫-૨૫ હજારની સહાય આપી હતી અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી સહાય અપાવવાની ખાતરી આપી હતી.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
