<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

રવિવારે મોરબીમાં શરદ પૂનમ નિમિત્તે શ્રી મચ્છુ મા બાળ મંડળ દ્વારા રાસોત્સવનું આયોજન.

રાસોત્સવમાં જાણીતા કલાકારો રીંકુ ભરવાડ, મિલન ભરવાડ અને માયાબેન ભરવાડ (ગોલતર) પોતાના સંગીત અને લોકગીતોની રમઝટ બોલાવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સમસ્ત ભરવાડ સમાજ, મોરબીના શ્રી મચ્છુ મા બાળમંડળ દ્વારા શરદ પૂનમ નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવ 25 ઓક્ટોબર ને રવિવારના રોજ યોજાશે.

   આ રાસોત્સવમાં જાણીતા કલાકારો રીંકુ ભરવાડ, મિલન ભરવાડ અને માયાબેન ભરવાડ (ગોલતર) પોતાના સંગીત અને લોકગીતોની રમઝટ બોલાવશે. શરદ પૂનમના પાવન અવસરે યોજાનારા આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મહંત કિશનભગત દેવાભગત ગોલતર, મોરબી દ્વારા સમાજના લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(5:19 PM IST)