<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

જામનગર જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠક માંટે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૨.૧૭ ટકા મતદાન થયું

મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્ર અને રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો

જામનગર: જામનગર જિલ્લામાં જિલ્લા પંચાયત ની ૨૩ બેઠકો માટે ની ચૂંટણી અંતર્ગત મતદારો માં લોકશાહીના પર્વ પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે ૬  વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૫,૦૪,૦૭૧  મતદારોમાંથી  કુલ ૬૩.૧૭  ટકા મતદાન દર્શાવે છે.
પુરુષ મતદારોમાં ૬૦.૩૮ ટકા જ્યારે મહિલા મતદારોમાં ૫૦.૩૩ ટકા મતદાન નોંધાયું છે, જે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં થોડું ઓછું નોંધાયું છે.
     કુલ મળીને જિલ્લામાં મતદારોમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર મતદાન થયાનું ચિત્ર સામે આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખવામાં આવી હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં તંત્ર અને રાજકીય પક્ષોએ રાહતનો શ્વાસ લીધો છે.
હવે મંગળવાર તારીખ ૨૮ ના મતગણતરી હાથ ધર્યા પછી જિલ્લા પંચાયતમાં સત્તાનું શું કામ કોણ સંભાળે છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

(10:07 PM IST)