<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ગોંડલમાં જુના ઝઘડાની પોલીસ ફરીયાદનો ખાર રાખી વેપારી પિતા-પુત્રને મારકુટ

વેપારી મહેશભાઇ પુત્ર જૈમીશ સાથે દુકાન બંધ કરી ઢોસા ખાવા ગયા હતા ત્‍યારે પાડોશી વિશાલ અને સાહીલે મારકુટ કરતા ગોંડલ બી ડીવીઝન પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૩ :.. ગોંડલમાં જેતપુર રોડ પર હાઉસીંગ બોર્ડમાં રહેતાં અને જેતપુર રોડ ત્રિકોણ પાસે શ્રી બાલવીકૃપા નામે દુકાન ધરાવતા મહેશભાઇ કાંતીભાઇ ખીલોસીયા (ઉ.પ૮) એ અગાઉ કરેલી ફરીયાદનો ખાર રાખી તેને અને તેના પુત્રને વિશાલ સુધીરભાઇ પુરોહિત અને તેના ભાઇ સાહીલ (રહે બને ગુ. હા. બોર્ડ, ગોંડલ) એ ગાળો દઇ તમાચા ઝીંકી, મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની જસદણ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

મહેશભાઇએ પોલીસને જણાવ્‍યુ કે, તે તેના પુત્ર જૈમીશ (ઉ.વ.ર૮), સાથે રાત્રે દુકાન બંધ કરી સુથારવાડી પાસે આવેલા મદ્રાસ કાફે નામની દુકાને ઢોસા ખાવા ગયા હતા ત્‍યારે દુકાનના દરવાજા પાસે તેના પાડોશી વિશાલ અને તેના ભાઇ સાહિલ પુરોહિત બને પિતા-પુત્રને ગાળો આપવા લાગ્‍યા હતાં. તેને ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ જૈમીશને તમાચા ઝીંકી મારકુટ શરૂ કરી હતી.

તે વચ્‍ચે પડતા તેને પણ મારકુટ કરતા બને પિતા-પુત્ર દુકાનમાં જતા રહ્યા હતાં. ત્‍યારબાદ બને આરોપી દુકાનની બહાર ઉભા રહી ગાળો દઇ બને બાપ-દિકરાના હાથ-પગ ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

લોકો એકઠા થઇ જતા બને ત્‍યાંથી ભાગી ગયા બાદ ૧૦૮ મારફતે ઇજાગ્રસ્‍ત જૈમીશને હોસ્‍ટિલે ખસેડાયો હતો. તેણે તેના પાડોશી આરોપી વિશાલ અને તેના પરિવારના લોકો સાથે સાતક વર્ષ પહેલા મારા મારી થઇ હતી. તે બાબતે પોલીસ ફરીયાદ કરી હતી.

જેનો ખાર રાખી બને આરોપીઓએ હુમલો કરી ઇજા કરી હતી.

(11:32 AM IST)