News of Sunday, 31st May 2026
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની બમ્પર આવક: એક જ દિવસમાં 37,976 બોક્સની ઠાલવાયાઃ
જાણો હાફૂસ, બદામ અને કેસરનો આજનો ભાવ

ગોંડલ, તા.૩૧: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બદામ કેરી, હાફુસ કેરી, લાલબાગ કેરી, કેસર કેરી, કાચી કેરી અને તોતાપુરી કેરીની આવક થઈ છે. ગોંડલ યાર્ડમાં આવો જોઈએ આજે કેરીની કેટલી આવક થઈ અને શું ભાવ છે.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 550 રૂપિયા રહ્યો હતો. બદામ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 200 થી 500 રૂપિયા રહ્યો હતો. કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 800 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં 20 કિલોનો કેરીનો ભાવ શું છે?
· ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 20 કિલોનો ભાવ 600 થી 1100 રૂપિયા રહ્યો હતો.
· કેરીનો 20 કિલોનો ભાવ 400 થી 1000 રુપિયા રહ્યો હતો.
· કેસર કેરીનો 20 કિલોનો ભાવ 600 થી 1600 રુપિયા રહ્યો હતો.
· કાચી કેરીનો 20 કિલોનો ભાવ 57 થી 570 રુપિયા રહ્યો હતો.
· બદામ કેરીના 1063 બોક્સની આવક થઈ હતી.
· ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 1344 બોક્સની આવક થઈ હતી.
· ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 35,569 બોક્સની આવક થઈ હતી.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
