News of Tuesday, 21st April 2026
જૂનાગઢમાં સાળાનો મિત્ર સાથે મળી બનેવી પર પથ્થરથી હુમલો કર્યો
માથાના ભાગે ઇજા થતાં સારવારમાં ખસેડાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: જૂનાગઢમાં ખલીલપુર રોડ પર આવેલ ખાનગી સ્કૂલ પાછળ રહેતા ૨૧ વર્ષીય પાર્થ સુરેશભાઈ સોલંકી નામનો ગત તા. ૧૪ એપ્રિલના રોજ બપોરના સમયે પોતાના ઘરે હતો. તેને અને તેની પત્ની વચ્ચે ઘરમાં બોલાચાલી થતી હતી અને સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા હતા.
આ દરમિયાન, પાર્થના સાળા જયેશ ભુપતભાઈ મકવાણા અને તેનો મિત્ર રોહિત ભુપતભાઈ જીલીયા (રહે. પસવાડા, તા. ભેંસાણ) ત્યાં આવી પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચકયો હતો અને આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી હતી.
સાળા જયેશે ઉશ્કેરાઈ જઈને નીચે પડેલો પથ્થર ઉપાડી પાર્થના માથામાં ઝીંકી દીધો હતો. હુમલા સમયે રોહિતે યુવકને પકડી રાખ્યા હતા અને ઢીકાપાટુનો પણ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજા થતા પાર્થને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવથી ઈજાગ્રસ્ત થયેલા યુવકની ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસે જયેશ મકવાણા અને રોહિત જીલિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
