<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

લખતરના કળમ ગામના કડિયાનો મૃતદેહ અને એકટિવા ગટરમાંથી મળ્‍યાઃ ૪ દિ' પહેલા ગૂમ થયેલ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૧: લખતર-તરમણીયા રોડ પર પાણીથી ભરેલી ગટરમાંથી એક પુરુષની લાશ અને એક્‍ટિવા મળી આવ્‍યા છે. રાહદારીઓને આ દેખાતા લોકોના ટોળા ઘટનાસ્‍થળે એકઠા થઈ ગયા હતા. મળતકની ઓળખ લખતર તાલુકાના કળમ ગામના વતની ગટુરભાઈ ઉર્ફે દેવજીભાઈ કરશનભાઈ ખોખલીયા તરીકે થઈ છે.

ઘટનાની જાણ થતા લખતરના હેડકોન્‍સ્‍ટેબલ મેરુભાઈ ખટાણા સહિતનો પોલીસ સ્‍ટાફ ત્‍યાં પહોંચ્‍યો હતો. સ્‍થાનિકોની મદદથી પોલીસે ગટરમાંથી એક્‍ટિવા અને લાશને બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબજો લઈ તેને લખતર સરકારી હોસ્‍પિટલ પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

દેવજીભાઈ ખોખલીયાના પરિવારજનોએ ૧૭ સપ્‍ટેમ્‍બરના રોજ તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્‍યા ગયા હોવાની અરજી લખતર પોલીસ સ્‍ટેશનમાં આપી હતી. ગટુરભાઈ ઉર્ફે દેવજીભાઈ પંથકમાં કડિયા કામ કરતા હતા અને સારી લોકચાહના ધરાવતા હતા. તેમના મળત્‍યુના સમાચારથી કળમ, કડુ, ડેરવાળા, ભાલાળા સહિતના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

(10:41 AM IST)