News of Thursday, 23rd April 2026
જામનગરના લાખોટા તળાવમાંથી બે કિશોરના મૃતદેહ મળ્યા : જુઓ વિડિયો
કિસાન ચોક વિસ્તારના 13 વર્ષીય જેનિસ નંદા અને હર્ષિલ ડાંગરનું મોત: ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૩ : જામનગરના લાખોટા તળાવમાંથી કિસાન ચોક વિસ્તારમાં રહેતા બે કિશોરના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 13 વર્ષના જેનિસ અજયભાઈ નંદા અને હર્ષિલ રાજેશ ડાંગરનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને કિશોરના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી.
બંને કિશોરના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. એક સાથે બે કિશોરના મોતથી કિસાન ચોક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.(તસ્વીર: કિંજલ કારસરિયા જામનગર)
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
