<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

તળાજામાં અનૈતિક સબંધોનો લોહિયાળ અંજામઃ ૮ સામે રાવ

બેવર્ષ પહેલા પર પુરુષ સાથે ભાગી ગયેલ ભાભીને દિયર લેવા ગયોને ધબધબાટી છૂટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: તળાજામા રહેતા સગર સમાજના બે પરિવારોના સભ્‍યો વચ્‍ચે પરણીતા સાથે બાંધવામાં આવેલ અનૈતિક સંબધો ને લઈ બંને પક્ષે તલવાર ધારણ કરી છુટાહાથની મારામારી થઈહતી.બંને પક્ષે ૪-૪ વ્‍યક્‍તિ મળી એક મહિલા સહિત ૮ વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇછે.

પરષાી અને પરપુરુષ વચ્‍ચેના સંબંધ મોટાભાગે નાના મોટા ઝઘડાનું કારણ બનેછે. કયારેક સંપીને સાથે રહેતા બે પરિવારો અનૈતિક સંબધો ને કારણે એકબીજાના લોહીના તરસ્‍યા બનીજાય છે.આવીજ એક ઘટના તળાજા મા બનવા પામી છે.જેને લઈ નોંધાયેલ ફરિયાદ મુજબ યોગેશ ખોડાભાઈ ટાટડ ઉ.વ.૨૮ એ ધર્મેશભાઈ,જતીન ચીમનભાઈ રાઠોડ,જેનિશ ચીમનભાઈ રાઠોડ તથા વિમલ સુરેશભાઈ રાઠોડ વિરુદ્ધ આરોપ લગાવ્‍યો છેકે  ફરિયાદી પોતાના ઘરે મમ્‍મી-પપ્‍પા અને ત્રણેક વર્ષથી મૈત્રી કરાર કરીને સાથે રહેતા પાયલબેન સાથે રાત્રે ઘરે જમતા હતા.આ સમયે પાયલબેન નો દિયર સહિત આરોપીઓ ઘરે આવેલ. પાયલબેન ને ઘરે લઈ જવાની વાત કરવા લાગ્‍યા હતા. ફરિયાદી એ ના પાડતા આરોપીઓ ઉશેકરાઈ ગયા હતા.જેમાં જેનિશ ના હાથમાં તલવાર હોય માથામાં મારીદેતા લોહીવધુ નીકળતા ડો.બલદાણીયા ની હોસ્‍પિટલમાં સારવાર લેવાની ફરજપડી હતી.

સામાપક્ષે ધર્મેશ બાબુભાઇ રાઠોડ એ ભાઈની પત્‍ની ને સાથે સબંધ કેળવી,મૈત્રીકરાર થી રહેતા યોગેશ ખોડાભાઈ,કિશન ખોડાભાઈ,ખોડાભાઈ તથા યોગેશના માતા ગીતાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ.જેમાં ફરિયાદી ધર્મેશ ને રાત્રે ખબરપડી હતીકે યોગેશ સાથે સંબંધ કેળવીને છેલ્લા બે વર્ષથી તેમની સાથેજ રહેતા ભાભી પાયલબેન અને યોગેશ તળાજા આવ્‍યા છેને ઘરેછે.આથી તે તેના ઘરે ગયેલ.પોલીસ મથકે આવવાની વાત કરેલ.તે બાબતે ચારેય એ હુમલો કરેલ.જેમા ફરિયાદી ને ટચલી આંગળીએ તલવાર નો ઘા વાગેલ.સાથે રહેલ ભત્રીજા જતીનભાઈ ને સામાન્‍ય ઇજાથઈ હતી. બંનેપક્ષ ની ફરિયાદ નોંધી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે.

પાયલબેન સા.કુંડલા ના રહેવાસી

કોલેજ સુધીનો અભ્‍યાસ કરનાર વિશાલ રાઠોડ ના લગ્ન ત્રણવર્ષ અગાઉ સા.કુંડલાના બાઢડા ગામના પાયલબેન સાથે થયાહતા. પાયલબેન અહીં પરણીને આવ્‍યા બાદ પરણીતા હોવા છતાંય તેમની આંખ પોતાની જ જ્ઞાતિના યુવાન યોગેશ સાથે મળી જતા બંને વચ્‍ચે સંબંધ બંધાયા. એકબીજાના બનીને રહેવા માટે અહીંથી રફુચક્કર થઈગયા હતા.એ સમયે સમાજમા ભારે ચકચાર જાગી હતી. સામાજિક લેવલે કડક પગલાં પણ લેવાયા હતા.

ખુનીખેલની ધમકી

પરષાી સાથે સંબંધ બાંધનાર અને મૈત્રી કરારથી રહેતા યોગેશ એ ફરિયાદમા નોંધાવ્‍યા પ્રમાણે જતીન નામના ઇસમે જતા જતા ધમકી આપેલ છે કે મારી ન નાખું તો સગરનો દીકરો નહિ. આ ધમકી જોતા આડા સંબંધનો હજુવધુ ખરાબ અંજામ આવીશકે છે. જેને ગંભીરતાથી લેવી રહી.

(10:53 AM IST)