News of Tuesday, 28th April 2026
જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય, મોટાભાગના વોર્ડમાં ક્લીન સ્વીપ
કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદાની પેનલનો સફાયો; કોંગ્રેસ-AAPનું ખાતું પણ ન ખુલ્યું વિરોધ પક્ષને ઝટકો, નેતા ધવલ નંદા પરાજિત

જામનગરઃ મહાનગરપાલિકાની ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. વોર્ડ નંબર ૧૩માં આખી પેનલ વિજેતા બની છે.
આ વોર્ડમાં વિરોધ પક્ષના અગ્રણીઓમાંના એક ધવલ નંદા ચૂંટણી મેદાનમાં હતા, છતાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવારો મજબૂત પ્રદર્શન કરીને ક્લીન સ્વીપ નોંધાવ્યો છે, જે પાર્ટી માટે વધુ એક મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. વિરોધ પક્ષને આ વોર્ડમાં નોંધપાત્ર ઝટકો લાગ્યો છે.(૩૮.૨૩)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૮: મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોરે બે વાગ્યા સુધીની પરિસ્થિતિ મુજબ ભાજપ માટે અત્યંત સારા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાની તમામ પેનલોને વિજય અપાવીને પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે.
માહિતી મુજબ વોર્ડ નંબર ૧, ૨, ૩, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧ તેમજ ૧૩, ૧૪, ૧૫ અને ૧૬માં મળી ૧૩ વોર્ડ માં ભાજપની પેનલો સંપૂર્ણપણે વિજયી થઈ ગઈ છે. અને ઐતિહાસિક ૫૨ બેઠકો કબજે કરી લીધી છે. આ પરિણામો ભાજપના મજબૂત પ્રદર્શન અને સંગઠનશક્તિને દર્શાવે છે.
જ્યારે વોર્ડ નંબર ૧૨, જેને લઘુમતી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલો ચાલી રહ્યો છે. હાલની સ્થિતિમાં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ પાછળ છે અને મતગણતરી આ લખાય છે ભારે બપોરે ૨.૩૦ વાગે હજુ ચાલુ છે.
વોર્ડ નંબર ૪ અને ૮ના પરિણામો હજી જાહેર થવાના બાકી છે. બાકીના તમામ વોર્ડના પરિણામોમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, જ્યારે કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો છે અને ઘણી જગ્યાએ સંપૂર્ણ રીતે સફાયો થયો હોવાનું જોવા મળી રહ્યું છે.
આ ચૂંટણી પરિણામો જામનગર શહેરની રાજકીય દિશામાં મોટો ફેરફાર દર્શાવે છે અને ભાજપ માટે આ ઐતિહાસિક જીત ગણાઈ રહી છે.
ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરતા ક્લીન સ્વીપ કર્યો છે. કુલ ૧૬ વોર્ડની તમામ ૪૪ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે.
વોર્ડવાર સ્થિતિઃ વોર્ડ ૧, ૨, ૩, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૩, ૧૪ અને ૧૫માં ભાજપની આખી પેનલ એટલે કે ચારેય બેઠકો પર ભગવો લહેરાયો છે. વોર્ડ ૪, ૮, ૧૧, ૧૨ અને ૧૬માં પણ ભાજપે વિજય મેળવ્યો છે.
મોટા ઉલટફેરઃ વોર્ડ ૧માં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની પેનલનો કારમો પરાજય થયો છે. વોર્ડ ૧૩માં પૂર્વ વિપક્ષ નેતા ધવલ નંદાનો પણ કારમો પરાજય થયો છે.
આ પરિણામ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલી શક્યું નથી. ભાજપે ૪૪માંથી ૪૪ બેઠકો જીતી સત્તા જાળવી રાખી છે.
પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે અને શહેરભરમાં વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે.
વોર્ડ નં. ૧૦માં વિરોધ પક્ષો ખાલીહાથ
ભાજપે ભવ્ય જીત મેળવી શહેરમાં પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે. અનેક વોર્ડોમાં ભાજપની પેનલને બહુમતી મળતાં પક્ષે ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.
ખાસ કરીને વોર્ડ નંબર દસમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જે પક્ષ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાઈ રહી છે. મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરતા પક્ષના ઉમેદવારોને એકતરફી સમર્થન આપ્યું હોવાનું પરિણામોમાં સ્પષ્ટ જોવા મળે છે.
આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એકપણ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યા છે. બંને પક્ષો પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નથી, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભાજપની એકતરફી જીતની ચર્ચા જોર પકડી રહી છે.
સમગ્ર પરિણામોને જોતા જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો પ્રભાવ યથાવત્ રહેતો દેખાઈ રહ્યો છે અને પક્ષે ફરી એકવાર શહેરની રાજનીતિમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.
ગત ટર્મની સ્થિતિ ઉલટાઈ
ભાજપની સુનામી યથાવત રહી છે. તાજેતરમાં જાહેર થયેલા વોર્ડ નંબર ૬ના પરિણામોમાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કરતાં આખી પેનલ વિજેતા બનાવી ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.
ગત ટર્મમાં આ વોર્ડમાં ભાજપના માત્ર એક મહિલા ઉમેદવાર જ વિજેતા બન્યા હતાં, જ્યારે ત્રણ બેઠકો પર બસપાના ઉમેદવારો જીત્યા હતા. પરંતુ આ વખતે ભાજપે એક ઉમેદવારને ફરીથી ટિકિટ આપી અને ત્રણ નવા ઉમેદવારોને મોકો આપતાં ચારેય બેઠકો પર વિજય મેળવી સંપૂર્ણ પરિસ્થિતિ બદલી નાખી છે.
શહેરના અત્યાર સુધી જાહેર થયેલા તમામ વોર્ડના પરિણામોમાં ભાજપની પેનલો જ વિજેતા બની છે અને વિપક્ષો એક પણ બેઠક પર ખાતું ખોલાવી શક્યા નથી. જામનગર શહેર માટે આ એક ઐતિહાસિક પરિસ્થિતિ માનવામાં આવી રહી છે.
ભાજપના સતત વિજયોથી કાર્યકરોમાં જશ્નનો માહોલ છવાયો છે અને શહેરમાં સર્વત્ર કેસરિયો રંગ જોવા મળી રહ્યો છે.
ભાજપની સુનામી યથાવત આઠેય વોર્ડમાં સંપૂર્ણ પેનલ વિજેતા, સાતમી વખત સત્તા પર કબજો
મતગણતરી દરમિયાન એક પછી એક વોર્ડમાં ઇતિહાસ રચતો આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી જાહેર થયેલા આઠ વોર્ડના પરિણામોમાં ભાજપે તમામ વોર્ડમાં ક્લીન સ્વીપ નોંધાવ્યો છે.
પ્રારંભિક સાત વોર્ડમાં ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા બની હતી, જ્યારે બાદમાં જાહેર થયેલા વોર્ડ નંબર -૨ માં પણ ભાજપે શાનદાર જીત મેળવી ચારેય બેઠકો પોતાના ખાતામાં ઉમેરતાં સતત આઠમી પેનલનો વિજય નોંધાવ્યો છે.
આ સાથે અત્યાર સુધી ગણતરી થયેલા તમામ આઠ વોર્ડમાં ભાજપની પેનલો જ વિજેતા બની છે, જે જામનગર શહેર માટે એક નવો ઇતિહાસ ગણાય છે. મતદારોનો સ્પષ્ટ ઝોક ભાજપ તરફ જોવા મળ્યો છે, જેના પરિણામે વિપક્ષો એક પણ વોર્ડમાં સફળતા મેળવી શક્યા નથી.
આ પરિણામોથી સ્પષ્ટ થયું છે કે ભાજપ શહેરમાં સતત સાતમી વખત સત્તાનું સુકાન સંભાળવા જઈ રહ્યો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે વિપક્ષોની પરિસ્થિતિ નબળી બની છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
