<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

ઓખા પાલિકામાં ભાજપ ૪ ઉપર બિનહરીફઃ ૩ર બેઠક માટે ચૂંટણી જંગ

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચુંટણી મેદાનમાં: ‘‘આપ''ના માત્ર ૧પ ઉમેદવારો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૦: દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં સ્‍થિતિ સ્‍પષ્‍ટ થઇ છે ફાઇનલ લિસ્‍ટ જાહેર થયું છે. ભાજપને ચાર બિનહરીફ થઇ છે બાકીની ૩ર માટે ૭પ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપના ૩ર અને આમ આદમી પાર્ટીના માત્ર ૧પ ઉમેદવારો મેદાનમાં છે.

તા. ૧૧-૧૦-ર૬ના રોજ સામાન્‍ય ચૂંટણી માટે સાંજે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્‍ણા સોલંકીએ ઉમેદવારોનું ફાયનલ લીસ્‍ટ જાહેર કર્યું જેમાં ૩ર બેઠકો માટે ૭પ ઉમેદવારો કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના છે.

ભાજપનો ધડાકો ૩૬માંથી ચાર બીનહરીફ પડાવી લીધી!!

ભાજપ સિવાય કોઇ ઉમેદવાર ના રહેતા તથા ફોર્મ ભર્યું તેણે પણ પરત ખેંચના વોર્ડ ચારની તમામ માટે બેઠકો બીનહરીફ થઇ છે જેમાં પૂર્વ પ્રમુખ ચેતનભા ભાવસીંગભા માણેક, હીનાબેન સુનીલભાઇ નિમાવત, દક્ષાબેન સુભાસભાઇ થોભાણી તથા મિલશ મુકેશભાઇ બારીયાનો સમાવેશ થાય છે. વોર્ડ ચાર સિવાય ૩૬માંથી બાકીની બત્રીસ બેઠકો પર ૧૧/૧૦/ના ચૂંટણી મતદાન થશે.

આઠ વોર્ડમાં કયાંય સંપૂર્ણ ત્રિપાંખીયો જંગ નહીં

એક પણ વોર્ડમાં આપ કોંગ્રેસ ભાજપના તમામ ઉમેદવારો સંપૂર્ણ નથી લડતા!! વોર્ડ એકમાં ભાજપ કોંગ્રેસના આઠજ ઉમેદવારો છે અહીં આપનો કોઇ ઉમેદવાર જ નથી!! વોર્ડ-બેમાં નવ ઉમેદવાર ભાજપ કોંગ્રેસ આઠ આપ માત્ર એકજ, વોર્ડ ત્રણમાં ભાજપ કોંગ્રેસ આઠ આપ નહીં વોર્ડ પાંચમાં ચાર ભાજપ બે કોંગ્રેસ ત્રણ આપના ત્રણ ઉમેદવાર, વોર્ડ ૬ માં ૧૧ ઉમેદવાર માત્ર ભાજપ ચાર આપ અને ત્રણ કોંગ્રેસ, વોર્ડ ૭ માં નવા ઉમેદવાર ૪ ભાજપ, ૪ કોંગ્રેસ એક આપ, વોર્ડ ૮ માં ૧૧ ઉમેદવાર ચાર-ચાર ભાજપ કોંગ્રેસ અને ત્રણ આપ, વોર્ડ ૯ માં ૧૦ ઉમેદવાર ૪ ભાજપ ૩ કોંગ્રેસ ૩ આપ પાર્ટી આઠ વોર્ડની ચૂંટણીમાં કયાંય બાર ઉમેદવારજ નહી ?!

આપ પાર્ટીના પ્રમુખની જાહેરાતનો કિયાસકો

ઓખા ન.પા.ની ચૂંટણી જાહેર થતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઇ સતવારા હતા તમામ બેઠકો પર આમ આદમી ચૂંટણી લડશેની જાહેરાત કરીને ઓખા ન.પા.માં ૩પ વર્ષથી ભાજપના ભ્રષ્‍ટાચારી શાસનના અંતના બણગા ફુકયા હતા પણ આ ચૂંટણીમાં ૩ર બેઠકોમાં માત્ર ૧પ બેઠકો પર આપ લડે છે ?! તેમાંયે વોર્ડ ૧, વોર્ડ ૩ માં તેમનો એક પણ ઉમેદવાર જ નથી !! તો માંડ માંડ અહીં વિપક્ષો ઉમેદવાર ગોતે અને તેઓ ફોર્મ ખેંચી નીકળી જાય તેવું પણ ઓખા ન.પા.માં બન્‍યુ હોય છે.

(11:46 AM IST)