News of Tuesday, 21st July 2026
રાણાવાવ પાસે અકસ્માતમાં બાઇક સવારનું મૃત્યુ
નોકરીએ જતા સમયે સ્લીપ થતાં રસ્તામાં ફંગોળાય ગયેલ બાઇક સવાર પાછળ પુરપાટ આવતી કારની હડફેટે ચઢી ગયેલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: રાણાવાવ પાસે સીમેન્ટ ફેકટરીએ નોકરીએ જતાં સ્લીપ થતા રસ્તા ઉપર ફંગોળાય ગયેલ બાઇક સવાર અમરદળના હારૂનભાઇ ગુલમામ ઉપર પાછળ તે સમયે પુરપાટ આવતી કારની હડફેટે ચઢી જતાં હારૂનભાઇનું મૃત્યુ થયું હતું.
આ અકસ્માતની રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જાણ અમરદળના યુનુરૂભાઇ ગુલમામએ કરી હતી અને બેફીકરાઇથી કાર ચલાવનાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે સીમેન્ટ ફેકટરીએ બાઇક ઉપર નોકરી જતા સમયે સ્લીપ થતાં હારૂનભાઇ ગુલમામ ઉપર તે સમયે પાછળથી પુરપાટ આવતી કાર (જીજે રપ ડબલ એ ૪૮૧૯) ની હડફેટે ચઢી જતાં હારૂનભાઇનું મૃત્યુ થયું હતું.
રાણાવાવ પોલીસ સ્ટેશનના એસ. એમ. કણજારાએ આ બનાવની નોંધ કરી હતી. વધુ તપાસ ડી.વાયએસપી ધ્રુવલ સુતરિયા ચલાવી રહ્યાં છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
