તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Tuesday, 18th August 2026
ટંકારા તાલુકાના નેકનામ નજીક ડમ્પર હડફેટે રોહીશાળા ગામના બાઈક ચાલક ૬૭ વર્ષના વાલજીભાઈ ભોરણીયાએ જીવ ગુમાવ્યો
રોડ ઉપર બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પરે હડફેટે લેતા મળતદેહના કૂરચેકુરચા બોલી ગયાઃ ડમ્પર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૮: મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નેકનામથી દહીંસરડા (પડધરી) જતા રોડ પર આજે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભારત ગેસ એજન્સી સામે ડમ્પરે હડફેટે લેતા બાઈક ચાલક વળદ્ધનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
ટંકારા પોલીસ મથકેથી મળતી ઙ્કાથમિક માહિતી મુજબ, આજે સવારે નેકનામથી દહીંસરડા જતા રોડ પર આવેલી ભારત ગેસ એજન્સી સામે આ અકસ્માત સર્જાયો હતો. બાઈક લઈને પસાર થઈ રહેલા ટંકારા તાલુકાના રોહીશાળા ગામના વાલજીભાઈ ડાયાભાઈ ભોરણીયા (ઉ.૬૭) ડમ્પર ચાલકે હડફેટે લીધા હતા.આ જીવલેણ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા વાલજીભાઈનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસ સ્ટાફ તુરંત દોડી ગયો હતો. પોલીસે પંચનામા સહિતના પ્રાથમિક કાગળો કરવાની કામગીરી પૂર્ણ કરી છે. મળતદેહ પરિવારજનોને અંતિમ વિધિ માટે સોંપી દેવામાં આવ્યો છે. આ મામલે હાલ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઇ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
