<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ભાવનગરમાં વેરાની વસૂલાત મનપાની મોટી કાર્યવાહી : હિમાલિયા મોલમાં આવેલ ઝુડિયો શો-રૂમ સીલ કરાયો

શો-રૂમનો રૂપિયા ૯૧,૮૩,૪૮૯ જેટલો માતબર ઘરવેરો લાંબા સમયથી ભરપાઈ ન કરાતા મનપાએ આ કડક પગલું ભર્યું

ભાવનગર મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે લાલ આંખ કરતા શહેરના હિમાલિયા મોલમાં આવેલ ઝુડિયો શો-રૂમ સીલ કરવામાં આવ્યો છે. આ શો-રૂમનો રૂપિયા ૯૧,૮૩,૪૮૯ જેટલો માતબર ઘરવેરો લાંબા સમયથી ભરપાઈ ન કરાતા મનપાએ આ કડક પગલું ભર્યું છે. તહેવારોની મોસમમાં જ આડી કાર્યવાહી થતા વેપારી આલમમાં ભારે ચકચાર અને દોડધામ મચી જવા પામી છે. મનપાના આ સપાટાથી અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

(10:26 PM IST)