News of Friday, 3rd July 2026
મજેઠી ગામ પાસે અને ભીમોરા રોડ પર ડાયવર્ઝન ધોવાતાં વાહનચાલકોની સુરક્ષા માટે માર્ગ બંધ કરાયો
વાહનચાલકોની સલામતી માટે આ માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો

સમઢીયાળા-મજેઠી-લાઠ-ભીમોરા રોડ પર હાલ મજેઠીથી લાઠ તથા લાઠથી ભીમોરા વચ્ચે પુલ બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ કામગીરીને પગલે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ, વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે મજેઠી ગામ પાસેનું ડાયવર્ઝન તેમજ ભીમોરા જવાના રસ્તે આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. વાહનચાલકોની સલામતી માટે આ માર્ગ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
