<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ભાવનગરમાં ફુલસર વિસ્તારમાં અસામાજિકો બેફામ:હથિયારો સાથે આતંક મચાવી: પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી

. તોડફોડ કરનારા શખ્સોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. તહેવારના માહોલમાં અસામાજિક તત્વોના આ આતંકને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા

ભાવનગરમાં દિવાળીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના ફુલસર વિસ્તારમાં કેટલાક શખ્સોએ જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવી રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. તોડફોડ કરનારા શખ્સોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. તહેવારના માહોલમાં અસામાજિક તત્વોના આ આતંકને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

(3:29 PM IST)