News of Thursday, 28th May 2026
અમરેલી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન માગરોળિયાની સરપ્રાઈઝ વિઝીટથી ફફડાટ
ગેરહાજર કર્મચારીઓની તાત્કાલિક યાદી તૈયાર કરાઈ : તમામ સ્ટાફને કડક શબ્દોમાં સમયપાલન કરવા તથા નગરજનોને સમયસર સેવાઓ પુરી પાડવા તાકીદ

અમરેલી નગરપાલિકામાં પ્રમુખ વૈશાલીબેન માગરોળિયા દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા જ બેદરકાર કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા પ્રમુખે વિવિધ શાખાઓનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન કેટલાક કર્મચારીઓ ફરજ પરથી ગેરહાજર મળી આવ્યા હતા. કામગીરીમાં જોવા મળેલી આ બેદરકારી અને શિસ્તહીનતા સામે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગેરહાજર કર્મચારીઓની તાત્કાલિક યાદી તૈયાર કરવામાં આવી છે અને તમામ સ્ટાફને કડક શબ્દોમાં સમયપાલન કરવા તથા નગરજનોને સમયસર સેવાઓ પુરી પાડવા તાકીદ કરવામાં આવી છે. પ્રમુખે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં પણ આવી ઓચિંતી તપાસ ચાલુ રહેશે.
(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
