<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

ખેડાના માતરમાં ફાયરિંગના આક્ષેપથી ખળભળાટ મચ્યો

ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે

ખેડાઃ ખેડા જિલ્લાના માતર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ઘટના સામે આવી છે. શહેરના જૂના સર્કિટ હાઉસ વિસ્તાર નજીક આવેલા એક નિવૃત્ત પોલીસ અધિકારીના નિવાસસ્થાને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, એક સામાન્ય તકરાર બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ફરિયાદ મુજબ કેટલાક લોકો નિવાસસ્થાને પહોંચી આવ્યા હતા અને ત્યાં હોબાળો મચાવ્યો હતો. હુમલા દરમિયાન ઘર બહાર પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હુમલાખોરોએ ઘર તરફ ફાયરિંગ કર્યું હતું. ઉપરાંત પરિવારના સભ્યોને ધમકી આપવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે.માતર પોલીસ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા ઝ્રઝ્ર્ફ કેમેરાના ફૂટેજ કબજે લીધા છે. પોલીસ વિવિધ દિશામાં તપાસ કરીને ઘટનાની હકીકત જાણવાનો પ્રયાસ કરી રહી છે.પોલીસ દ્વારા ફરિયાદના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, તમામ પુરાવાઓ અને ટેકનિકલ માહિતીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ સ્થાનિક સ્તરે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને લઈને ચર્ચા જગાવી છે. લોકો દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

(11:51 AM IST)