<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ગોંડલમાં ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ શરૂ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : જુઓ વિડિયો

ગોંડલ તા.૨૨ : ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી ભારે બફારા અને ઉકળાટ બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે.

બફારાથી ત્રસ્ત થયેલા લોકોને રાહત આપતો ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હળવા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતું થયું છે, ત્યારે ખેડૂતોમાં પણ આ વરસાદને લઈને આશાનો સંચાર થયો છે.(તસ્વીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:36 PM IST)