News of Monday, 26th October 2026
જામનગરના ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં ખનીજ વિભાગની કાર્યવાહી: રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડીયો
બિનઅધિકૃત રીતે સાદી રેતીનું ખનન અને વહન કરતા એક હિટાચી, એક લોડર અને એક ડમ્પર મશીન કબજે

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજના બિનઅધિકૃત વહન સામે ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભૂસ્તરશાસ્ત્રીશ્રી, જામનગરની સૂચનાથી મોજે ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઉંડ નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાનું સામે આવતાં ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પર સહિત આશરે રૂ. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલ પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે કબજામાં સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખનીજ વિભાગ, જામનગર દ્વારા મુદ્દામાલ જપ્ત કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ તપાસ કામગીરીમાં નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.
ગેરકાયદેસર ખનન સામે ખનીજ વિભાગની કાર્યવાહીથી બિનઅધિકૃત ખનન અને ખનિજ વહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
