<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

સાસણ ગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરતા ર વ્‍યકિત સામે કાર્યવાહી

વન વિભાગની ટીમે વેરાવળના ર વ્‍યકિતને ૪૦ હજારનો દંડ ફટકાર્યો

 

 

રાજકોટ, તા. ૧રઃ ગીર તથા ગીર અભયારણ્‍ય ની આસ પાસ પ્‍રવાસીઓનો મોટા પાયે ધસારો રહે છે તેને ધ્‍યાનમાં રાખીને નાયબ વન સંરક્ષક શ્રી ગીર પヘમિ વિભાગ જુનાગઢ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી જામવાળા તથા આર.એફ.ઓ. શ્રી આંકોલવાડીની સુચના અને માર્ગદર્શન હેઠળ આંકોલવાડી રેન્‍જની બામણાસા રાઉન્‍ડના રેવન્‍યુ વિસ્‍તારમાં વન વિભાગની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને આવા ગેરકાયદેસર સિંહ દર્શન કરવા વાળા પર નજર રાખી રહ્યું છે.

આ દરમિયાન બામણાસા રાઉન્‍ડના સ્‍ટાફ એ.એચ.ચૌહાણ, ફોરેસ્‍ટ ગાર્ડ, મંડોરણા બીટ પેટ્રોલિંગમાં હતા જેણે મંડોરણા બીટના આર.એફ.(રીઝર્વ ફોરેસ્‍ટ) વિસ્‍તારમાં બે શખ્‍સ (૧) સાહીદ નદીમભાઇ  મલીક રહે. વેરાવળ (ર) ચૌહાણ મનાન સતારભાઇ રહે.વેરાવળ ને જંગલ વિસ્‍તારમાં સિંહ દર્શન કરવાના ઇરાદાથી ગેર ઘોરણે પ્રવેશ કરેલ હોય ત્‍યારે પકડી પાડવામાં આવેલ હતા, બી.એમ. આંબલીયા, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસરશ્રી, આંકોલવાડી તથા એલ.એચ.ડેર, વનપાલશ્રી, બામણાસા સ્‍થળ પર પહોચી ગુન્‍હો નોંઘી ઘોરણ સરની કાર્યવાહી કરી રૂ. ૪૦,૦૦૦/-  દંડ વસુલ કરવામાં આવ્‍યો હતો

(10:50 AM IST)