News of Friday, 17th April 2026
૬૫ વર્ષીય વૃદ્ધાનું અપહરણ- દુષ્કર્મ- હત્યા કરનાર આરોપીને ફાંસીની સજાઃ બે લાખનો દંડ
કચ્છના રતાડીયા (મુન્દ્રા) ના બનાવને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીની વિકળત માનસિકતાના કારણે પત્નીએ છોડ્યો, પિતાએ ગામ છોડ્યું, કોર્ટની આકરી નોંધ આપણા દેશની સંસ્કળતિ અનુસાર વળદ્ધસ્ત્રીઓ માતા સમાન પણ આરોપીએ રાક્ષસી કળત્ય આચરી પવિત્રતાને લાંછન લગાડયું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭: ગત ૨૨/૨/૨૦૨૩ ના કચ્છના મુન્દ્રા તા.ના રતાડીયા (ગણેશવાલા) ગામે ૬૫ વર્ષીય વળદ્ધાને બાઇક ઉપર લિફ્ટ આપ્યા બાદ તેમનુ અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારી લુંગી વડે ગળે ટૂંપો દઈ હત્યા નિપજાવનાર આરોપીને ભુજ સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી આરોપીને ફાંસીની સજા ફટકારી અને બે લાખ રૂપિયાનો દંડ કરી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કેસની હકીકત મુજબ ૬૫ વર્ષીય વળદ્ધાને ગુંદાળા ગામેથી પરત પોતાને ગામ જવા ૨૪ વર્ષીય આરોપી સચિન માવજી કુંવારિયાએ બાઈક ઉપર લિફ્ટ આપી હતી. દરમ્યાન પરિવારના વડીલ વળદ્ધા ઘેર પરત નહીં ફરતા પરિવારજનોએ પ્રાગપર (મુન્દ્રા) પોલીસ સ્ટેશને જાણ કરી હતી. પોલીસ તપાસમાં વળદ્ધા અજાણ્યા બાઈક ચાલક સાથે ગયા હોવાનું નજરે જોનાર વ્યક્તિએ જણાવતા પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.
જેમાં મૂળ નારણપર (ભુજ) ના અને હાલે લુણી (મુન્દ્રા) રહેતા સચિન માવજી કુવરિયાએ લિફ્ટ આપી હોવાનું ધ્યાને આવતા પોલીસની વધુ ઊંડી તપાસમાં અપહરણ, દુષ્કર્મ અને હત્યા સહિતની વિગતો ખુલી હતી.
પોલીસે સાયોંગિક પુરાવાઓ સાથે કેસની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટ દ્વારા આકરી નોંધ સાથે પવિત્ર હિન્દુ ધર્મ ગ્રંથોને ટાંકી આપણા દેશમાં વળદ્ધસ્ત્રીઓને માતા સમાન દરજ્જો અપાતો હોવાના ઉલ્લેખ સાથે આરોપીએ એક માતા સમાન વળદ્ધ મહિલા સાથેના કરેલા કળત્યને રાક્ષસી ગણાવ્યું હતું. નામદાર કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને ફાંસીની સજા ઉપરાંત બે લાખ રૂ.નો દંડ ફટકારી અને મળતકના વારસદારોને ૧૦ લાખનું વળતર આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ દિનેશ જે. ઠક્કરે દલીલો કરી હતી.
૨૪ વર્ષીય આરોપી સચિન માવજી કુંવરિયા વિકળત હોઈ તેની પત્ની તેને છોડી ગઈ છે તો પિતાએ પણ પોતાના પુત્રની વિકળત માનસિકતા અને ખરાબ ચરિત્રને કારણે ગામ છોડી દીધું છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
