<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

આરોપીના બહેન સાથે છેલ્લા ૬-૭ વર્ષથી પ્રેમ સબંધ હોવાનું મનદુઃખ રાખી જાફરાબાદના ચીત્રાસર ગામે યુવાન ઉપર હુમલો

બે શખ્‍સોએ લોખંડના સળીયા વડે શરીરે મારમારી ફેકચર કરી ધમકી આપ્‍યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩: જાફરાબાદ તાલુકાના ચીત્રાસ ગામે રહેતા જસુભાઈ પુનાભાઈ રાઠોડ ઉ.વ.૨૮ ને આરોપીના બહેન સાથે છેલ્લા ૬-૭ વર્ષથી ?ેમસબંધ હોય.અને યુવાને યુવિત સાથે વાતચીત કરવા ફોન આપેલ હોય.જેની જાણ આરોપીઓ ભાવેશ ભુપતભાઈ તથા રાજેશ ભુપતભાઈ બાંભણીયાને થતા જેનું મનદુઃખ રાખી જસુભાઈ તેનું બાઈક લઈ ટીંબી ગામે હીરા ઘસવા જતા હતા.એ વખતે વડલી વાડી વિસ્‍તાર ટપુભાઈ મકવાણાના ખેતર સામે રોડ ઉપર પહોંચતા ભાવેશ તથા રાજેશે લોખંડના સળીયા વડે મારમારી ડાબા હાથની કોણીથી આગળના ભાગે ફેકચર કરી જમણા હાથે તથા જમણા પગે સાથળના ભાગે અને પેટના ડાબા પડખે સળીયાના ઘા મારી મુંઢ ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ ગુનો કરી મદદગારી કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બાબરામાં યુવાન તથા તેના કુટુંબીને ઘમકી

બાબરા કરીયાણા રોડ ઉપર રહેતા રમેશભાઈ વીરજીભાઈ જીલીયા ઉ.વ.૨૮ તથા તેના કુટુંબીને ગાળો બોલી સુભાષ બાબુભાઈ કાવઠીયાએ રમેશભાઈને છરી લઈ મારવા દોડી જાનથી મારી નાખવાની ધમકી આપી સુરેશ બાબુભાઈ તથા રઘુ બાબુભાઈ કાવઠીયાએ એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સાવરકુંડલાના વિજપડીમાં યુવાન ઉપર હુમલો

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે ભવનાથ મંદિરની બાજુમાં રહેતા રોહિતગીરી ચીમનગીરી ગોસાઈ ઉ.વ.૩૭ નું લારીનું કેબીન વિજપડી ગામે નવી તૈયા થયેલ દુકાનની આગળ પડેલ હોય.જે મનદુઃખ રાખી વિજપડીના સોહિલ દાદુભાઈ બેલીમ,નીજામ દાદુભાઈ બેલીમે રોહિતગીરીની વિજપડી ગામે આવેલ મારૂતિ પાનની દુકાને જઈ ગાલ ઉપર લાફો મારી રોહિતગીરી તથા તેના પિતાને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની સાવરકુંડલા રૂરુલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:14 PM IST)