News of Friday, 6th November 2026
ધનતેરસના સપરમાં દિવસે કચ્છના માંડવીમાં ભરબજારમાં યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા : જુઓ વિડીયો
પ્રેમી સાથે મંદિરમાં લગ્ન કરનાર પત્નીની પતિએ કરી કરપીણ હત્યા, હત્યાના બનાવે સર્જી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના માંડવીમાં ધનતેરસના દિવસે ભરબજારમાં ચકચાર મચાવતી હત્યાની ઘટના બની હતી. પ્રેમી સાથે મંદિરમાં પ્રેમલગ્ન કરનાર પત્ની પર તેના પતિએ છરી વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી. બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ વચ્ચે બનેલી આ ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને સ્થાનિક લોકોએ રેંકડીમાં હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતાં માંડવીના પીઆઈ સહિત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. પ્રેમસંબંધની અદાવતમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
