<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ઝઘડો જોવા માટે ગયેલા યુવાન પર પથ્‍થરનો ઘા આવ્‍યો : આંખ ફુટી ગઇ

મોરબીના બેલા રંગપર ગામે સિરામીક ફેક્‍ટરી પાસે બનાવ : મુળ ઝારખંડના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૨૩: મોરબીના રંગપર બેલા ગામે રહેતાં અને સિરામીક ફેક્‍ટરીમાં કામ કરતાં મુળ ઝારખંડના યુવાન પર પથ્‍થરનો ઘા આવતાં આંખ ફુટી ગઇ હતી. કોલોનીમાં બિહારના કેટલાક મજૂર વચ્‍ચે માથાકુટ થઇ રહી હતી ત્‍યારે આ યુવાન ત્‍યાં ઝઘડો જોવા માટે ઉભો હોઇ પથ્‍થરનો ઘા થતાં તેની આંખ પર આવી ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના રંગપર બેલા ગામે લીમોન્‍ઝા સિરામીક પાસે કોલોનીમાં રહેતો અને સિરામીક ફેક્‍ટરીમાં કામ કરતો  મુળ ઝારખંડનો કોન્‍ડાપુરતી બેલોંગપુરતી (ઉ.વ.૪૦) શનિવારે રાતે અગીયારેક વાગ્‍યે કોલોનીમાં કેટલાક બિહારના મજૂરો વચ્‍ચે માથાકુટ થઇ રહી હોઇ દેકારો સાંભળી ત્‍યાં ઝઘડો જોવા ગયો હતો. તે ત્‍યાં ઉભો હતો એ દરમિયાન કોઇએ પથ્‍થરનો ઘા કરતાં તેની જમણી આંખ પર આવી જતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

કોન્‍ડાપુરતીને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં આંખના વિભાગમાં દાખલ કરાયો છે. તેનો આગળ પાછળ કોઇ ન હોઇ અહિ એકલો રહી મજુરી કરે છે. પથ્‍થરના ઘાથી આંખ ફુટી ગયાનું અને દ્રષ્‍ટી જતી રહ્યાનું તેણે કહ્યું હતું.  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:10 AM IST)