News of Wednesday, 2nd September 2026
ઊના-કોડીનાર હાઈવે પર સિલોજ પાસે ડમ્પરે બાઈકને હડફેટે લેતા કોડીનારના યુવાનનું મોતઃ સાળી ગંભીર
બેફામ ડમ્પરે કોડીનારના યુવાનની બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્થળે જ મોત : અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર, પોલીસની તપાસ શરૂ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.રઃ ઊના કોડીનાર નેશનલ હાઈવે રોડ ઉપર સિલોજ ગામ પાસે ડમ્પરે ડબલ સવારી મોટર સાયકલને હડફ્ટે લેતા કોડીનારના યુવાનનું મોત નિપજયુ હતુ જયારે પાછળ બેઠેલ સાળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવારમાં ખસેડાઈ છે.
ઊનાથી કોડીનાર જતા નેશનલ હાઈવે પર સિલોજ ગામ પાસે એક બેફામ આવતા ડમ્પર ચાલકે ગફલત ભરી રીતે વાહન ચલાવીને ડબલ સવારી મોટરસાયકલને અડક્ટે લીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા કોડીનારના ૨૫ વર્ષીય યુવાન મોહિબરજા તસબુર હુસેન જલાલી (જાતે ફકીર ર)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર પાછળ બેઠેલા તેમના સાળી અલીશાબેન કાળુભાઈ (ઉ.વ. ૨૫, રહે. કોડીનાર) રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે ઊનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ગમખ્વાર અકસ્માતની જાણ પરિવારજનોને થતા તેઓ શોકાતુર હાલતમાં તાત્કાલિક ઊના દોડી આવ્યા હતા. બીજીતરફ, અકસ્માત સર્જ્યો બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફ્લો પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફરાર ડમ્પર ચાલકને પકડી પાડવા તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
