News of Tuesday, 19th May 2026
ખંભાળિયા પાલિકાના સ્વીમીંગ પુલમાં તરુણ ડુબતા ગંભીર હાલતમાં જામનગર સારવારમાં
બન્ને વચ્ચે ઝઘડો થતાં અન્ય તરુણે બીજા તરુણને ડુબાડી દીધો હોય કોઇ ન ફરકતા રોષ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ તા.૧૦, ખંભાળિયા પાલિકાના ખાનગી સંસ્થા સંચાલીત સ્વીમીંગ પુલમાં ગઇકાલે એક તરૂણ ડુબી જતા તેને ગંભીર હાલતમાં ખંભાળિયા તથા ત્યાંથી જામનગર ખસેડાતા ભારે ચર્ચા જાગી છે, ખંભાળિયામાં રહેતા ધર્મેશ શીંગરખીયા નામનો ૧પ વર્ષનો તરૂણ અનુસૂચીત જાતીનો પાલિકાના સ્વીમીંગ પુલમાં નહવા ગયો હતો જયાં ડુબી જતા પાણી પી જતાં તેને પ્રાથમિક સારવાર આપીને પેટ તથા ફેફસામાં પાણી ભરાઇ ગયું હોય જામનગર ખસેડવામાં આવેલ.
આ બાબતે પાલિકા ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે ડુબી જનાર તેના એક સંબંધી તરૂની સાથે નાહવા ગયેલો બન્ને વચ્ચે ઝઘડો થતાં અન્ય તરૂણો આને ડુબાડી દેતા આ બનાવ બન્યો હતો. જો કે નવાઇની વાત એ છે કે મેનેજર કોચ સહીત લોકોની ઉપસ્થિતીમાં સ્વીમીંગપૂલમાં ઝઘડો થાય અને એક તરૂણ બીજાને ડુબાડી દે દોઢબે મિનિટ સુધી ડૂબે ત્યાં સુધી કોઇ અને વ્યવસ્થાપક કયાં હતાં ? તે ગંભીર સવાલ છે તો પૂલમાં કોઇ દુર્ઘટના થાય તો જવાબદારી સંસ્થાની પાલીકાની નહી શરત નાખીને પાલિકાએ હાથ ઉંચભા કર્યા પણ કોઇ દુર્ધટના બને તો સંસ્થાએ વળતર ચુકવવાનું થાય અને તે ના ચુકવે તો ? નાણાંકીય ડિપોઝીટ પણ પાલિકાએ કંઇ રાખીનથી માત્ર ચાર કરોડની જગ્યા ૯૦ લાખનું બાંધકામ મળી એક લાખ વર્ષે ભાડુ આપીને વિવાદમાં પ્રથમથી જ પાલિકાનો સ્વીમીંગ પૂલ છેતેમાં આ વધુ ઉમેરો થયો છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
