News of Sunday, 23rd August 2026
મોરબીના દલવાડી સર્કલ નજીક બાઈક સ્લીપ થઇ જતા યુવાનનું મોત.
બાઈક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના દલવાડી સર્કલ નજીક પુરપાટ ઝડપે મોટર સાઈકલ લઈને જતા યુવાનનું મોટર સાઈકલ સ્લીપ થઇ જતા ગંભીર ઈજા પહોચતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મોટી કેનાલ રોડ પર ઉમીયા સર્કલથી દલાવાડી સર્કલ તરફ જતા રોડ પર ગત તા,૧૭ ના રોજ રાત્રીના સમયે જીજે ૩ એચજી ૭૬૧૭ બાઈક લઈને જઈ રહેલા સુનીલભાઇ યુવરાજ જગદીશભાઈ સનારીયા (ઉ.૩૨) (રહે.ગોકુલ મથુરા સોસાયટી, પ્રુથ્વી એપાર્ટમેન્ટ, મોરબી વાળા) નું બાઈક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી કરી વધુ તપાસ હાથ ધરી છે
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
