તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 19th September 2026
મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત, ઘુંટુ ગામે વાડીએ ઝેરી દવા પી ખેડૂતે આપઘાત કર્યો.
પાટા ઉપર ફાટક નંબર 39 સામે રેલ્વે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના બરવાળા ગામ પાસે રેલવેના પાટા ઉપર કોઈ પણ કારણોસર યુવાન ટ્રેન સાથે અથડાતાં તેને શરીરે ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતુ જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
માળીયા મીયાણા તાલુકાના મેઘપર (દેરાળા) ગામના રહેવાસી વિજયભાઈ નારણભાઈ રાઠોડ (45) નામનો યુવાન મોરબીના બરવાળા રેલવે સ્ટેશન પાસે પાટા ઉપર ફાટક નંબર 39 સામે રેલ્વે ટ્રેન સાથે અથડાતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન સાવનભાઈ વિજયભાઈ રાઠોડ (રહે. મેઘપર વાળા)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકાનાં ઘુંટુ ગામે રહેતા કનુભાઈ જગાભાઈ ઉડેશા ઉ.52 નામના આધેડ ખેડૂતે કોઈ અગમ્ય કારણોસર ગત તા.16ના રોજ બપોરના સમયે પોતાની ઘુંટુ ગામની સિક્કા આવેલ વાડીએ ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
