News of Friday, 26th June 2026
મેંદરડા પાસે બાઈક ગટરમાં ખાબકતાં માતાની નજર સામે એકના એક દીકરાનું મોત
મેંદરડાના સમઢીયાળાથી બરવાળા ગામ તરફ જઈ રહ્યા હતા ને અકસ્માત નડ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૬: કેશોદ તાલુકાના મઢડા (સોનલ ધામ) ગામે રહેતા મણીબેન ઉર્ફે મંજુબેન પીઠીયા તા. ૨૫ જૂનના રોજ સવારે ૮ વાગ્યાની આસપાસ તેના એકના એક ૨૧ વર્ષના દીકરા પાર્થ સાથે જીજે ૧૧ એઇ ૭૩૫૪ નંબરના બાઈક પર સવાર થઈને મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામથી બરવાળા ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બરવાળા ગામ નજીક બાઈક ચલાવી રહેલા પાર્થે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
વાહન પૂરઝડપે હોવાના કારણે બાઇક રોડની સાઇડમાં આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાર્થ અને તેની માતા બંને ગટરમાં પટકાયા હતા. ગંભીર રીતે પછડાવાને કારણે પાર્થને છાતી તેમજ દાઢીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે તેની માતા મણીબેનને નાક અને હોઠના ભાગે ઈજા પહોંચતી હતી. અકસ્માત બાદ લોકોએ માતા-પુત્રને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ તબીબોએ પાર્થને મળત જાહેર કર્યો હતો. મેંદરડા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
