તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ઉપલેટાના નિલાખા ગામે વાડીમાં રેડઃઅઢી લાખનો દારૂ ઝડપાયો

ધોરાજી, તા, ૫: ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના નીલાખા ગામની સીમ માંથી ઇંગ્લીશ દારૂની ૧૮૧૨ બોટલ કુલ મુદ્દા માલ.રૂ. ૫,૦૮,૬૮૦/- સાથે એક આરોપી ને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ઝડપી લીધો
ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના નીલાખા ગામની સીમ વિસ્તારમાં લખમણભાઈ સીદાભાઈ મકવાણાની કબ્જા ભોગવટાની વાડીએ મગફળીના ભુકકામાં તથા ફોરવ્હીલ કારમાં દારૂ રાખેલ છે તેવી હકીકત મળતા રેઇડ કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરાવી આગળ ની કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોપવામા આવેલ છે.
એલ.સી.બી.શાખાના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હકિકત આધારે રેડ પાડતા રોહીતભાઈ ગોવીદભાઈ ડાંગર, રહે. ઉપલેટા કૈલાશનગર વિસ્તાર તા. ઉપલેટા વાળાને ઝડપી લીધો હતો લખમણભાઈ સીદાભાઈ મકવાણા રહે. ઉપલેટા વલ્લભ વિધ્યાનગર સ્કુલ પાસે તા. ઉપલેટા વાડી માલીક ફરાર છે.
નગાભાઈ જગાભાઈ કરમુર રહે. જામનગર ( માલ આપનાર પણ પકડવા પર બાકી) છે. કબ્જે કરેલ મુદ્દામાલ માં અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૧૮૧૨/- કીમત રૂ. ૨,૪૩,૪૮૦/- મોબાઇલ નંગ-૧ કિં.રૂ. ૫,૦૦૦/- ફોર વ્હીલ કાર નંગ-૧ કિમત રૂા. ૨,૫૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂ. ૫,૦૮,૬૮૦/- સાથે ગુનો દાખલ ઉપરોક્ત રેડ માંએલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના PI જે.પી.રાવ તથા PSI કે.એમ.ચાવડા, PSI એચ.સી.ગોહીલ, PSI આર.વી.ભીમાણી, PSI પી.એન.ભરવાડ તથા ASI બાલકળષ્ણભાઇ ત્રિવેદી, ASI અનીલભાઇ બળકોદિયા, ASI મેહુલભાઇ સુવા, HC અરવિંદસિંહ જાડેજા, HC નીલેશભાઇ ડાંગર, HC કૌશિકભાઇ જોષી, PC શકિતસિંહ જાડેજા, PC મીરલભાઇ ચંદ્રવાડીયા ડ્રા. HC અબ્દુલભાઇ શેખ વિગેરે સ્ટાફ રોકાયેલો હતો
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
