News of Wednesday, 13th May 2026
વીરનગરનાં રમતા રમતા બાળકનાં આંખમાં ખીલી ધુસી ગઈઃ આટકોટમાં ૪ સર્જનની ટીમે ઓપરેશન કરી જીવ બચાવ્યો

આટકોટ,તા.૧૩: વેકેશનના માહોલમાં બાળકો જ્યારે મસ્તીના મૂડમાં હોય છે ત્યારે, તેમને અમુક મસ્તીની સભાનતા હોતી નથી.આથી ત્યારે કશુંક ન થવાનું થઈ જાય ત્યારે તેની અસર આખી જિદગી ભોગવવી પડે તેવું બની શકે. માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જસદણ તાલુકાના વિરનગર ગામેથી સામે આવ્યો હતો. જ્યાં ગીલોલથી રમી રહેલા ૧૦ વર્ષના બાળકની આંખમાં લોખંડની ખીલી ઘૂસી ગઈ હતી. જો કે, આટકોટની હોસ્પિટલના તબીબોની કુશળતાને પડતાં કારણે બાળકની આંખ બચાવી મળી
ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક અયાનને આટકોટની પરવાડિયા હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. જ્યાં ડો. ઉમંગ ઠક્કર અને તેમની ૪ સર્જનની વિશેષ ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ બાળકની આંખમાંથી લોખંડની ખીલી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.વાલીઓએ બાળકો પર સતત નજર રાખવી જોઈએ. સામાન્ય લાગતી રમત ક્યારેક આજીવન ખોડખાંપણ લાવી શકે છે. બાળકોને અણીદાર રમકડાં કે જોખમી વસ્તુઓથી દૂર રહેવા તબીબોની સલાહ છે. વિરનગર ગામના અયાન વિપુલભાઈ સલુડીયા (ઉ.વ. ૧૦) બાળક અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. વેકેશન હોવાથી બાળકોએ દેશી જુગાડથી ગીલોલ બનાવી હતી.( તસવીરઃ કરશન બામટા આટકોટ)
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
