News of Thursday, 24th September 2026
તેલંગણામાં ૧૦,૮૦ લાખના સોનાના દાગીનાની ચોરી કરીને પોરબંદર આવેલો શખ્સ ઝડપાયો
ચોરી કરેલ ૪૦ ગ્રામનો સોનાનો નેકલેસ અને ર૪ ગ્રામનો સોનાનો ચેઇન પોલીસ સમક્ષ કાઢી આપ્યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૪: તેલંગણામાં જવેલર્સ શો રૂમમાંથી ૧૦.૮૦ લાખના સોનાના દાગીના ચોરી કરીને પોરબંદર આવેલ દીવ્ય નવનીતભાઇને બાતમીને આધારે પકડીને ચોરાઉ સોનાના દાગીના કબ્જે કર્યા હતા.
તેલંગણાના મલ્કાગીરી જીલ્લાના માર્કેટ પોલીસ સ્ટેશન તેલંગણાના નમીશ્રી જવેલર્સ શો રૂમમાંથી ચોરી અંગે માર્કેટ પોલીસ સ્ટેશન તેલંગણાના પોલીસ સ્ટાફએ અત્રેના જીલ્લાની પોલીસનો સંપર્ક કરી ગુન્હા અને આરોપી અંગે જાણકારી આપેલ હોય જેથી એસઓજી સ્ટાફ આ બાબતે કાર્યરત હોય દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે દિવ્ય નવનીતભાઇ જુંગી રહે. ઝુરીબાગ વાળાને પુછપરછમાં ૪૮ ગ્રામનો એક સોનાનો નેકલેસ તથા ર૪ ગ્રામનો સોનાનો ચેઇન કુલ ૭ર ગ્રામ સોનુ કિંમત રૂા. ૧૦,૮૦,૦૦૦ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ અને તેની પાસેથી ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરી માર્કેટ પોલીસ સ્ટેશન તેલંગણાના સ્ટાફને કબ્જો સોંપી આપેલ હતો.
તેલંગણાની સોનાના દાગીનાની ચોરીની કામગીરીમાં પોલીસ ઇન્સ. એમ.એન. જાડેજા, મહેબુબખાન બેલીમ, આર.એસ. ચાંઉ, ડી.વી.ડાકી, મોહીતભાઇ ગોરાણીયા, ભીમાભાઇ ઓડેદરા, અરજનભાઇ ઓડેદરા, ભરતસિંહ ગોહીલ, સરમણભાઇ ખુંટી તથા ચંદ્રસિંહ જાડેજા રોકાયેલ હતા
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
