News of Monday, 12th October 2026
નાગેશ્રી પોલીસ મથકમાં ધોળાદ્રીના શખ્સે ફીનાઈલ પીધુ
પોલીસ તેના વિરૂધ્ધ કાર્યવાહી ન કરે તેવી મનમાની કરી : પોલીસ ઉપર દબાણ ઉભુ કરવા આત્મહત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧ર : નાગે પોલીસ મથકમાં જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામના લાખાભાઈ દાનાભાઈ પરમાર નાગે પોલીસ મથકમાં આવી કહેવા લાગેલ કે પોલીસમારી ઉપરજ કેસ કરે છે. જેથી પોલીસ તેનાવિરૂધ્ધ કાર્યવાહી ન કરે તેવી મનમાની કરી પોલીસ ઉપરદબાણ ઉભુ કરવા પોતાના ખિસ્સામાંથી ફીનાઈલની ગોળી કાઢી પી જઈઆત્મહત્યાનો પ્રયાસકરી ગુન્હો કર્યાની હે.કોન્સ રફીકભાઈ જમાલભાઈ સોરાએ નાગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલાના ડેડકડી સીમમાં યુવાનનું વિજ શોક લાગતા મોત
સાવરકુંડલા તાલુકાનાડેડકડી ગામેમુડીયો તરીકે ઓળખાતી દયાળભાઈપરશોતમભાઈ ખડેલાની વાડીએચરખડીયા ગામના અજયભાઈ અરવિંદભાઈ ઉ.વ.૨૪ વાડીએ કપાસના ધોરીયામાં પાણીનું નાકુ વાળવા જતા વિજ વાયર જમીન પર ચાલુ હાલતમાં પડેલહોય. જેને ખસેડવાજતા વિજશોક લાગવાથી મોત નિપજયાનું જયોત્સનાબેન અરવિંદભાઈ તડવીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા જાહેર કરેલ છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
