News of Saturday, 3rd October 2026
કાલાવડ તાલુકાના માંછરડા ગામે વાડી વિસ્તારમાં દીપડો દેખાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: કાલાવડ તાલુકાના માંછરડા ગામે મોડી રાત્રે વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના વીડિયો સામે આવતા ગામ લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.શિવુંભા જાડેજાની વાડી પાસે મોડી રાત્રે દીપડો નજરે પડતા સ્થાનિક ખેડૂતે મોબાઇલ કેમેરામાં સમગ્ર દૃશ્ય કેદ કર્યું હતું.
ગામના સરપંચ દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. દીપડો દેખાયા બાદ ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
