તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા' જાહેર કરવાની માંગ સાથે ગોંડલમાં ભવ્ય બાઈક રેલીઃ મામલતદારને આવેદનપત્ર

ગોંડલ તા.૮: ગૌ માતાને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવામાં આવે અને ગૌ-હત્યા સંપૂર્ણપણે બંધ થાય તેવા કડક કાયદાના અમલની માંગ સાથે ગોંડલના સાધુ-સંતો, ગૌ શાળા સંચાલકો, સામાજીક સંસ્થાના આગેવાનો, ગૌ પ્રેમીઓ અને અગ્રણીઓ દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના અંતે મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
આ બાઈક રેલીનું પ્રસ્થાન માંડવી ચોક સ્થિત શ્રી રામગર બાપુ ગૌ મંદિર ખાતે ગૌ માતાની આરતી કરી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું...થી કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો જેવા કે સેન્ટ્રલ સિનેમા ચોક, કોલેજ ચોક, શ્યામ વાડી ચોક, ઞ્ચ્ગ્ ઓફિસ થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી...
રેલી દરમિયાન ગૌ પ્રેમીઓ દ્વારા ગૌ માતાના સન્માનમાં ગગનભેદી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ગૌ હત્યા બંધ કરો ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરોૅ ના નારા લગાવ્યા હતા... ગૌ માતા ને રાષ્ટ્ર માતા બનાવી કતલખાના હર હમેશ માટે બંધ કરીએ જય ગૌ માતા ગૌ સન્માન આહવાન અભિયાન જેવા સૂત્રોના પોસ્ટરો ગૌ પ્રેમીઓ હાથમાં વિવિધ પોસ્ટરો અને બેનરો લઈને ઉત્સાહભેર જોડાયા હતા અને વાતાવરણ ગૌમય બની ગયું હતું.
આ ભવ્ય બાઈક રેલી શ્રી બહુલા ગોપાલ સરસ્વતી મતાજી - પથમેળા ગૌ શાળા રાજસ્થાન, સદાવત રામજી મંદિર મોવિયા મહંત ગોપાલદાસ બાપુ, ગોપાલભાઈ ટોળીયા અને ગોરધનભાઈ પરડવા, જાદવભાઈ સેલડીયા - ગુંદાળા, કિશોરભાઈ ફળદલિયા - મોવિયાના નેજા હેઠળ બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ગૌશાળાના સંચાલકો, ગોપાલકો અને શહેરના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ શહેર અને તાલુકાના ૨૫થી વધુ સંસ્થાઓ અને અગ્રણીઓએ પોતાની સહી સાથે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાના સમર્થનમાં મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદન દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડવા અને ગૌરક્ષા માટે સત્વરે કડક કાયદો લાવવાની માંગ ગૌ સેવકો દ્વારા કરવામાં આવી છે. તસ્વીર. અહેવાલઃ જીતેન્દ્ર આચાર્ય, હરેશ ગણોદીયા ભાવેશ ભોજાણી, અશોક જોશી. (ગોંડલ)
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
