News of Monday, 14th September 2026
જામનગરના ટાઉનહોલ સર્કલ પર ‘વનતારા'ની ઝલકઃ સિંહનું વિશાળ શિલ્પ બન્યું શહેરની આગવી ઓળખ
રિલાયન્સના પીપીપી પ્રોજેક્ટ હેઠળ ભવ્ય લેન્ડસ્કેપિંગ સાથે વન્યજીવન થીમ સાથેના નવનિર્મિત સર્કલનું લોકાર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી ટાઉનહોલ સર્કલને આજથી એક નવી અને વિશિષ્ટ ઓળખ મળી છે. આકર્ષક અને સુવ્યવસ્થિત લેન્ડસ્કેપિંગની સાથે વન્યજીવોની વિશિષ્ટ દુનિયા સમા વનતારાની થીમ સાથે વિકસાવવામાં આવેલા આ સર્કલનો લોકાર્પણ સમારોહ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.
રિલાયન્સના ગ્રુપ ઙ્કેસિડેન્ટશ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર, પીપીપી પ્રોજેક્ટ અંતર્ગત કંપનીએ હાથ ધરેલાં સર્કલ બ્યૂટીફિકેશનની વિશિષ્ટતા એ રહી છે કે, તેમાં શહેરી વિકાસ સાથે પ્રકળતિ અને વન્યજીવન સંરક્ષણના વિચારનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. વન્યજીવનને માત્ર જંગલો કે સંરક્ષિત વિસ્તારો પૂરતું સીમિત ન રાખીને તેને લોકોના રોજિંદા જીવન અને જાહેર સ્થળો સાથે જોડવાના ઉમદા વિચારને ર્મૂતિંમંત કરવા સર્કલને વનતારાની થીમ આધારિત બનાવવામાં આવ્યું છે. જેમાં વિશાળ કદના સિંહનું શિલ્પ અબાલ, વળદ્ધ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં, તેની સાથોસાથ ચિતલ(હરણ), સારસ, વનરાજ અને અજગર સહિતના વિવિધ વન્યજીવોના શિલ્પોને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓ ની મહિનાઓની આયોજનબદ્ધ કામગીરી બાદ ટાઉન હોલ સર્કલને નવું અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવનિર્મિત સર્કલમાં મહતમ હરિયાળા વિસ્તારમાં સુંદર લેન્ડસ્કેપિંગ તથા આકર્ષક રેલિંગ સહિતની વિવિધ સુવિધાઓ વિકસતા તેની સુંદરતામાં વધારો થયો છે.
નવનિર્મિત સર્કલના લોકાર્પણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર સહિતના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા તથા મહાનગરપાલિકા તથા રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
