News of Monday, 18th May 2026
દિવમાં અકસ્માતમાં મધ્યપ્રદેશના પિતા-પુત્રનુ મોત
દીવ હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી બે કાર ધડાકાભેર અથડાતા પળથ્વી વાઘવાણી અને પુત્ર અનિકેત વાઘવાણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું, પત્ની-માતા ગંભીર રીતે ઘાયલ, અકસ્માતના દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ હચમચી ઉઠ્યા

દીવ તા. ૧૮ :.. દીવમાં આજે સવારે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે કાર સામસામે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મધ્યપ્રદેશના પિતા-પુત્રનું માતાની નજર સામે જ કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશનો વાઘવાણી પરિવાર જૂનાગઢથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો હતો. દરમિયાન દીવ નજીક હાઈવે પર સામેથી પૂરપાટ ઝડપે આવતી અન્ય કાર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ ગોઝારા અકસ્માતમાં કાર ચલાવી રહેલા પિતા પળથ્વી વાઘવાણી અને તેમના પુત્ર અનિકેત વાઘવાણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. કારમાં સવાર માતા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતાની નજર સામે જ પતિ અને પુત્રનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંને મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો પણ હચમચી ઉઠ્યા હતા. ઙ્કાથમિક તપાસમાં ઓવરસ્પીડ અને બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
