News of Tuesday, 29th September 2026
ગોંડલના મોટા મહિકા ગામેથી ડીગ્રી વગર પ્રેકટીસ કરતો બોગસ તબીબ પકડાયો
દવાઓ, સીરીજ સહિત ૧૧ હજારનો મુદામાલ કબજે, ગોંડલ તાલુકા પોલીસનો બાતમીના આધારે દરોડો

રાજકોટ, તા., ર૯: ગોંડલના મોટા મહિકા ગામે ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી ડીગ્રીવગર મેડીકલ પ્રેકટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા
બોગસ તબીબને પકડી લઇ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
ગોંડલના મોટા મહિકા ગામે હનુમાનજીના મંદીરવાળી શેરીમાં મકાનમાં યાજ્ઞીક પરેશભાઇ (ઉ.વ.૩૦) રહે. મોટા મહિકા મુળ મેહુલનગર કોઠારીયા મેઇન રોડ રાજકોટ) ડીગ્રી વગર કલીનીક ચલાવી મેડીકલ પ્રેકટીસ કરતો હોવાની બાતમીના આધારે ગોંડલ તાલુકા પોલીસના એએસઆઇ આર.એમ.સરવૈયા, હેડ કોન્સ. ગણેશભાઇ કાટોડીયા સહીતતા સ્ટાફે દરોડો પાડયો હતો. તપાસ કરતા યાજ્ઞીક પાસે કોઇ મેડીકલ પ્રેકટીસની ડીગ્રી ન હોવાનું ખુલતા ત્યાંતે એલોપેથીક દવાઓ, સીરીજ, નીડલ, અન્ય સામાન મળી કુલ રૂા.૧૧,ર૧૪નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
