News of Sunday, 25th October 2026
ઉનાના ભીંગરણ ગામમાં લૂંટના ઇરાદે 105 વર્ષનાં વૃદ્ધાની કરપીણ હત્યા
વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ તેમના શરીર પર પહેરેલાં ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા

ગીર સોમનાથઃ ઉનાના ભીંગરણ ગામમાં લૂંટના ઇરાદે 105 વર્ષનાં વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી છે. ઘરમાં એકલાં રહેતાં વૃદ્ધા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. વૃદ્ધાના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ તેમના શરીર પર પહેરેલાં ઘરેણાં લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મૃતકના દીકરાના જણાવ્યા અનુસાર, હત્યારાઓ વૃદ્ધાનાં ત્રણ જેટલાં ઘરેણાં લઈને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
