તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 3rd September 2026
જામનગરમાં રિક્ષામાં દારૂ લઇ જતા પર૮ ચપલા સાથે ઝડપાયોઃ સપ્લાયરની શોધખોળ

જામનગર : તા.૩, શહેરમા સાધના કોલોની પહેલા ઢાળીયા પાસે રોડ ઉપર સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે ગીરા ઉ.વ.૨૯ ધંધો રી.ડ્રા.રહે. શંકરટેકરી નવી નિશાળ પાણીના ટાંકા પાસે ખોડીયાર માતાજી મંદિર સામે જામનગર વાળો બજાજ મેકસીમા ઓટો રીક્ષા જી.જે.૧૦ ટી.ડબલ્યુ ૮૫૫૫મા દારૂના ચપલા નંગ-૫૨૮ કિ.રૂ. ૫૨,૮૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/-તથા મેકસીમા ઓટો રીક્ષા. કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિ. રૂ.૧,૩૭,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્થો સપ્લાયર યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.આશીર્વાદ સોસાયટી કિર્તીપાન વાળી ગલી જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
