<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

કુતિયાણામાં વાડીએ ઝેરી દવા પી લઇ ૭૩ વર્ષના અરજણભાઇએ જીવ દીધો

સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૩૦: પોરબંદરના કુતિયાણા તાબેના અમરગામમાં રહેતાં અરજણભાઇ માંડણભાઇ કારાવદરા (ઉ.વ.૭૩) નામના વૃધ્‍ધે ૨૬/૯ના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અરજણભાઇ એક ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં છ દિકરી અને એક દિકરો છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતો. અરજણભાઇ પોૈત્રને દરરોજ શાળાએ તેડવા મુકવા જતાં હતાં. એ દરમિયાન પોૈત્રએ વાચતીચતમાં કહેલા કોઇ શબ્‍દોનું માઠુ લાગી જતાં તેમણે ઝેરી દવા પી લીધી હોવાનું સગાએ કહ્યું હતું.  સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. રાજકોટ પોલીસને આ  બનાવની જાણ કરતાં કુતીયાણા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

(10:59 AM IST)