તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 1st September 2026
જુનાગઢના શ્રી સિધ્ધેશ્વર મહાદેવ આજે પણ કરે છે ભાવિકોની મનોકામના પૂર્ણ
શ્રી સ્વામીનારાયણ ભગવાનના હસ્તે પ્રતિષ્ઠીત થયેલા... : વૈષ્ણવી પરંપરાથી દિવસમાં પ વખત થતી આરતીઃ શ્રાવણ-મહિનામાં લાખોની સંખ્યામાં બિલ્વપત્ર ચડાવતા ભકતોઃ વિગતો વર્ણવતા સાસણ વિશાલ ધી ગ્રીન વુડ રિસોર્ટના માલીક અને શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીરના ટેમ્પલ બોર્ડના વાઇસ ચેરમેન બળવંતભાઇ ધામી

પ્રથમ તસ્વીરમાં શ્રી સિધ્ધેશ્વર મહાદેવ અને પાર્વતીજી, બીજી તસ્વીરમાં શ્રી સ્વામીનારાયણ મંદીર તથા ત્રીજી તસ્વીરમાં માહીતી આપતા બળવંતભાઇ ધામી નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ રોડ સ્થિત શ્રી સ્વામીનારાયણ મુખય મંદિરે ભગવાન સ્વામિનારાયણ ના હસ્તે પ્રતિષ્ઠીત થયેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ આજે પણ લોકોની મનોકામના પુર્ણ કરે છે.આ ઐતિહાસિક વિગતો આપતા સાસણ વિશાલ ધી ગ્રીન વુડ રિર્સોટના માલિક અને શ્રી સ્વામીનારાયણ મુખય મંદિરના ટેમ્પલ બોર્ડના વાઇસ ચેરમેન બળવંતભાઇ ધામીએ જણાવ્યું હતું કે સવંત ૧૮૮૪ ફાગણવદી રને દિવસે જુનાગઢમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના હસ્તે સિધ્ધેશ્વર મહાદેવની આરસની આ મૂર્તિ અતિ ચમત્કારીક પધરાવી હતી. ભારત વર્ષમાં અનેક નાના-મોટા મંદિરો અને દેવી-દેવતાઓની પ્રતિષ્ઠાઓ હશે. પણ ભારત વર્ષનુ એક જ એવુ મંદિર છે કે જેમની પ્રતિષ્ઠા ખુદ ભગવાન શ્રી સ્વામીનારાયણે કરી છે.
બળવંતભાઇ ધામીએ વધુમાં જણાવેલ કે આ યુગનો માનવી કાંઇક ને કાંઇક આધિ વ્યાધિ અને ઉપાધીમાં પીડાતો રહેલો છે. આવી પરિસ્થિતિમાં જો માણસને યોગ્ય સમાધાન ન મળે તો તે કંઇક ચિંતાજનક પગલુ ભરતો હોય છે. ત્યારે ભગવાનશ્રી સ્વામિનારાયણે ભકતોના ત્રિવીધ તા. પ નિવારવા સાત્વિક શ્રધ્ધા પ્રસ્થાપતિ કરી અને સિધ્ધેશ્વર મહાદેવજીને છાતી ઉપર હાથ રાખી ને પ્રતિષ્ઠા વખતે એવો પવિત્ર સંકલ્પ કર્યો કે તમારૂ નામ અમે સિધ્ધેશ્વર મહાદેવજી રાખીએ છીએ તમો અમારા બધા ભકતોની મનોકામના સિધ્ધકરજો.
વાત વિચારવા જેવી તો ત્યાં છે કે વિશ્વભરના જેટલા પ્રતિષ્ઠીત દેવો છે, જેવા કે તિરૂપતી બાલાજી છે. ભગવાન જગન્નાથ છે. દ્વારકાધીશ છે તો ત્યાં આપણી આટલી શ્રધ્ધા કેમ તો તેમની પ્રતિષ્ઠા કોઇ એવા પવિત્ર કોઇ શંકરાચાર્યજી કોઇ વલ્લભાચાર્ય વગેરે મહાપુરૂષોએ કરેલી છે. જો મહાપુરૂષો કરેલી પ્રતિષ્ઠાથી મૂર્તિઓ પણ આટલી મહાન હોય તો ખુદ ભગવાનની પધરાવેલ મૂર્તિઓ કેટલી પ્રતાપી હોય.
સમગ્ર વિશ્વમાં આ એક કહી શકાય એવા સિધ્ધેશ્વર મહાદેવનું કે, તેમની વૈષ્ણવી પરંપરાથી પુજા-અર્ચના અભિષેક-અન્નકુટ પાંચ વાર આરતી વગેરે થતા હોય અને શ્રાવણ માસમાં અહીં લાખોની સંખ્યામાં બિલીપત્રો ચડાવવામાં આવે છે. વૈશાખ મહિનામાં ચાર સોમવારે બહુ જ વિધિ ર્પૂક ષોડશોયચાર પૂજન - અર્ચન અને અભિષેક કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે પણ રૂદ્રાંભિષેક મહાપુજા થાય છે. ભગવાન સ્વામી નારાયણ સિધ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી ને એક ઐતિહાસક આદર્શ શિવપૂજનનો રાહ ચિંધેલ છે. આજે પણ હજારો ભકતોની મનોકામના સિધ્ધ કરેલ છે. નિઃસંતાન હોય એને મહાદેવજી દિકરા આપે છે. અહીં એવી પરંપરા છે કે જેને દિકરા-દિકરીની ખોટ હોય તો મહાદેવજી પાસે આવી નિર્મળ હૃદયે પ્રાથૃના કરે અને સંતાન પ્રાપ્ત થયે એ બાળકને મહાદેવજી આગળ સાકર અથવા ગોળથી બાળકના વજન ભારોભાર જોખાવી માનતા પુરી કરે છે. ઘણાનાં દિર્ઘ રોગ દાદાના સંકલ્પથી મટી જાય છે. આવા પ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવ દેશ-વિદેના હજારો હરિભકતોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. મહાદેવજી વિશે ટૂંકમાં કહેવુ હોય તો આ સિધ્ધેશ્વર મહાદેવ ઘણાની આધિ વ્યાધી અને ઉપાધી ટાળી છે. તેથી જ કહેવાય છે કે ઇચ્છાઓ અઘળી ફળે જેને સિધ્ધેશ્વરની કૃપા માળે છે જેવી રીતે દ્વારકા ડાકોર આદિક તિર્થોએ પુનમના દર્શનનો મહિમા છે એવી રીતે સિધ્ધેશ્વર મહાદેવની ઘણા ભકતો પગપાળા આવીને દર્શન કરે છે. તેમજ ભારતભરના ખુણે ખુણેથી ભકતો પુનમના દર્શન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આ શ્રાવણ માસ દરમ્યાન આખો શ્રાવણ માસ અને ખાસ સોમવારે ભકતોની ભારે ભીડ જામે છે. ત્યારે લોકોને કોઇ પ્રકારની અગવડતા ન પડે તે માટે ચેરમેન પી. પી. સ્વામી તથા કોઠારી ધર્મકિશોરદાસજી અને મેનેજર પ્રફુલભાઇ કાપડીયા દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
