News of Tuesday, 1st September 2026
જામકંડોરણામાં ફોફળ નદીના કાંઠેથી ખેડુતોના કેબલની ચોરીઃ મોંઘા ભાવના વાયર ચોરાતા ખેડૂતોને પાક સુકાવાની ભિતિ
તસ્કરોને પકડી કાર્યવાહી કરવા તથા સીમ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગની માંગ

(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧: જામકંડોરણામાં ફોફળ ડેમના કાંઠેથી તસ્કરો રાત્રીના સમયે વીજ વાયર કાપી ચોરી જતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે ફોફળ ડેમ વિસ્તારમાં ફોફળ નદી તથા સારણ નદીના કાંઠેથી અજાણ્યા તસ્કરો ખેડૂતોના કિંમતી કેબલ વાયર કાપીને ફરાર થઈ જતા ખેડૂતો સંકટમાં મુકાયા છે ખેડૂતોએ ફોફળ નદી અને ડેમ વિસ્તારમાંથી પોતાના ખેતર સુધી સિંચાઈ માટે પાણી લાવવા માટે સ્વ ખચે મોટર પંપ સાથે કેબલનું જોડાણ કયું હતું મોડી રાત્રે તસ્કરોએ-આ વાયરો ચોરી કરતા સિંચાઈની કામગીરી ઓરંભે પડી છે પાણી વગર ખેતરોમાં ઉભેલ પાક સુકાઈ જવાની ખેડૂતોને ભીતી છે આ રાત્રીના સમયે આ કેબલ વાયરની ચોરી થતાં તેની જાણ સવારે ખેડૂતોને થતાં સવારે ખેડૂતો એકત્ર થયા હતા અને ખેડૂતોએ જણાવેલ કે આ અગાઉ પણ આવા કેબલ ચોરીના બનાવો બનેલ છે છતા પણ કેબલ ચોરી અટકતી નથી જેથી પોલીસ તંત્ર દવારા આ કેબલ ચોરી કરેલ તસ્કરોને વહેલી તકે પકડી કાર્યવાહી કરવામાં આવે તેમજ રાત્રીના સમયે આ સીમ વિસ્તારોમાં સધન પટ્રોલીંગ હાથ ધરવાની માંગ સાથે જામકંડોરણા પી.આઈ.ને અરજી કરી તેની નકલ એસ.પી.સાહેબ રાજકોટ રવાના કરેલ છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
