તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 28th August 2026
પ્રવાસીઓની જાગૃતિથી ૩ જણ ઝડપાયા
મુંબઈથી ભુજ જતી બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂની હેરાફેરી : ગુજરાતમાં દારૂબંધી વચ્ચે હવે ટ્રેન દ્વારા બુટલેગરોની ખેપ, અગાઉ પણ આવા બનાવો બની ચૂકયા હોઈ કડક પગલાં જરૂરી

(વિનોદ ગાલા દ્વારા) (ભુજ) તા.૨૮: ગુજરાતમાં બુટલેગરો હવે બિન્દાસ્ત બની ટ્રેનમાં દારૂની ખેપ કરી રહ્યા છે. ગઈકાલે સુરત અને ઉધના સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં જાગૃત મુસાફરોની સતર્કતાને કારણે આખી હેરાફેરીનો ભાંડો ફૂટયો હતો. ૦૯૦૩૭ સાપ્તાહિક દોડતી બાંદ્રા-ભુજ ટ્રેનમાં વાપી સ્ટેશને મુસાફરોએ ૩ એસી કોચમાં સીટો નીચે બિનવારસુ બેગો પડેલી જોઈ હતી. મુસાફરોને શંકા જતા બધી અલગ અલગ બેગો ડબ્બામાં ભેગી કરી અને અંદરથી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. તેને ટીટી ને જાણ કરી સુરત સ્ટેશને તાત્કાલિક રેલવે પોલીસ (RPF)ને હવાલે કર્યો હતો. દરમ્યાન ત્રણ શંકાસ્પદ ઈસમોને પણ મુસાફરોએ ઝડપી પોલીસને હવાલે કર્યા છે. ટ્રેનની અંદર આ રીતે બિન્દાસ્ત દારૂ ઘુસાડવાના કારણે રેલવે તંત્ર અથવા સ્થાનિક સુરક્ષા સ્ટાફની મિલીભગત હોવાની આશંકા પણ મુસાફરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં જમીન માર્ગે ચુસ્ત ચેકિંગ હોવાના કારણે હવે બુટલેગરોએ ટ્રેન મારફતે દારૂની હેરાફેરી કરવાનો નવો કીમિયો અપનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રેલવે પોલીસ આ મામલે આગૃની તપાસ ચલાવી રહી છે કે આ દારૂ કોના ઈશારે લાવવામાં આવી રહ્યો હતો? એ તપાસ કરી કડક પગલાં ભરવાની જરૂરત છે. અગાઉ પણ ટ્રેનમાંથી દારૂની ખેપો ઝડપાઈ ચૂકી છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
