<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

આટકોટ પાસે બોલેરો પીકઅપ હડફેટે અજાણ્‍યા યુવાનનું મૃત્‍યુ

રોડ ક્રોસ કરતી વખતે અકસ્‍માત નળ્‍યોઃ બોલેરો ઉંભી પડી ગઇઃ મૃતક ઓળખ મેળવવા કવાયત

રાજકોટ, તા. ૧૧: આટકોટ નજીક જંગવડ ગામની સીમમાં બોલેરો પીકઅપના ચાલકે રોડ ક્રોસ કરતા અજાણ્‍યા યુવાનને હડફેટે લેતા ગંભીર ઇજા થતા તેનું મૃત્‍યુ નિપજયુ હતું. આટકોટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ-ભાવનગર હાઇવે પર જંગવડ ગામની સીમમાં આકસ્‍માત થયો હોવાની જાણ થતાં આટકોટ પોલીસના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચયો હતો. જયાં બોલેરો પીકઅપ રોડ નીચે ઉંધી હાલતમાં હતી જયારે તેનો ચાલક ફારૂક રઝાકભાઇ ફોગ (રહે. આટકોટ) અને તેની સાથે અલ્‍તાફ રાઠોડ ત્‍યાં જ હાજર હતા. બોલેરો પાસે મગફળીના વાવેતરમાં આશરે રપ થી ૩૦ વર્ષીય અજાણ્‍યો યુવાન બેભાન અને લોહી લુહાણ હાલતમાં ત્‍યાં પડેલો હતો. ૧૦૮ ને બોલાવાતા તબીને તેને મૃત જાહેર કર્યો હતો.

આટકોટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા કવાયત શરૂ કરી હતી. પોલીસે બોલેરો ચાલકે ફારૂક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:26 AM IST)