News of Wednesday, 5th August 2026
મોરબીમાં નશો કરીને ૧૧૨ પોલીસવાન ચલાવનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબીમાં નશો કરીને ૧૧૨ પોલીસ વાન ચલાવી અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયો છે. મોરબીના વેજીટેબલ રોડ પર રહેતા જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ ૧૧૨ જનરક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૨ જાન્યુઆરીના સાંજે સાડા આઠેક વાગ્યે આરોપી જનરક્ષક પોલીસ વનના ચાલકે ધરમપુર રોડ પર લાભનગર નજીક પુરઝડપે પોલીસ વાન બોલેરો જીજે ૩૬ જી ૦૧૯૩ વાળી ફરિયાદીની રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૪૪૬૨ વાળી સાથે ભટકાડી પાછળ આવતી ઇકો સ્પોર્ટ કાર જીજે ૩૬ જેઆર ૭૬૭૬ સાથે ટકરાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મહિલાઓ સહીત પાંચને ઈજા પહોંચી હતી તેમજ વાન ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી વાનના ચાલકને ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જોકે સારવાર મળ્યા બાદ વાન ચાલક પોલીસ કર્મચારી અજય લાવડીયાની ધરપકડ કરવામાં આવી ના હતી અને પોલીસ કર્મચારીને નોટીસ આપવામાં આવી હતી તેમજ બ્લડ સેમ્પલ લઈને fsl રીપોર્ટ માટે મોકલવામાં આવ્યું હતું અને સાત મહિના બાદ પોલીસ કર્મચારી નશાની હાલતમાં સરકારી વાહન ચલાવતો હોવાનું સાબિત થતા સાત મહિના બાદ આખરે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
